નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જંતરમંતર પર આઠ ઓગસ્ટે એક ભડકાઉ અને મુસ્લિમવિરોધી સૂત્રોચ્ચાર લગાવવાના આરોપમાં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય અને છ અન્ય લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. અશ્વિની ઉપાધ્યાય સિવાય વિનોદ શર્મા, દીપક સિંહ, વિનીત ક્રાંતિ, પ્રીત સિંહ અને દીપકની ધરપકડ કરવામાં આવી છે. પ્રીત સિંહ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર છે, જેના બેનર હેઠળ આઠ ઓગસ્ટે જંતરમંતર પર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પોલીસે તેમની સામે સાંપ્રદાયિક સૂત્રોચ્ચાર મામલે કેસ નોંધ્યા છે. પોલીસે અશ્વિનીને કોનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર થવા માટે કહ્યું છે. આ સિવાય અન્ય લોકોને પોલીસે બોલાવ્યા હતા અને તેમની પૂછપરછ તપાસ કરી હતી.
જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમ્યાન મુસ્લિમવિરોધી સૂત્રો લગાવવાનો એક વિડિયો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી હતી. ભારત જોડો આંદોલન દ્વારા રવિવારે જંતર મંતર પર આયોજિત વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકો સામેલ થયા હતા.
वीडियो असली है या नकली, यह जांच के बाद पता चलेगा लेकिन एक बात तय है कि बनाया गया है #भारत_जोड़ो_आंदोलन और मुझे बदनाम करने के लिए @HMOIndia @LtGovDelhi @CPDelhi @DCPNewDelhi pic.twitter.com/g4KChiQBJS
— Ashwini Upadhyay (@AshwiniUpadhyay) August 9, 2021
અશ્વિની ઉપાધ્યાયે કહ્યું હતું કે એ વાઇરલ વિડિયોની સત્યતાની તપાસ થવી જોઈએ. જો એ વિડિયો સાચો હોય કે ફેક હોય તો એમાં સામેલ લોકોની સામે પગલાં લેવાવાં જોઈએ.
નવી દિલ્હીના DCP દીપક યાદવના જણાવ્યા મુજબ જંતર મંતર પર એકત્ર થયેલા લોકોએ મંજૂરી નહોતી લીધી.