આગામી વસતી ગણતરી કાર્ય ડિજિટલ માધ્યમથી યોજાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે લોકસભાને જાણકારી આપી હતી કે દેશમાં આગામી વસતી ગણતરી કામગીરી ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે. આ કામગીરી આ પહેલી જ વાર ડિજિટલી યોજાશે.

ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદે લોકસભામાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે આ વખતે પહેલી જ વાર દેશમાં વસતી ગણતરીનું કામકાજ ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી યોજવામાં આવશે. માહિતીના સંગ્રહ માટે મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વસતી ગણતરીના કાર્ય સંબંધિત પ્રવૃત્તિઓના સંચાલન તથા એની પર દેખરેખ રાખવા માટે એક સેન્સસ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.