શરદ પવારે રાજકારણમાંથી આપ્યા નિવૃત્ત થવાના સંકેત

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એની ચરમસીમાએ છે, ત્યારે શરદ પવારે રાજકીય સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે. તેમણે બારામતીમાં યુગેન્દ્ર પવારની પ્રચારની સભામાં એના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ સંન્યાસ લીધા પછી પણ સામાજિક કામ કરતા રહેશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારે કહ્યું કે ચૂંટણી લડવા બાબતે મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘અત્યાર સુધી હું 14 વખત ચૂંટણી લડી ચુક્યો છું, મને સત્તા નથી જોઈતી, હું માત્ર સમાજ માટે કામ કરવા ઈચ્છું છું.’ તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી હું 14 વખત ચૂંટણી લડી ચૂક્યો છું, મને સત્તા નથી જોઈતી, હું માત્ર સમાજ માટે કામ કરવા ઇચ્છું છું.

તેમણે કહ્યું હતું કે હું કોઈ ચૂંટણી લડવા માગતો નથી. મારે હવે ચૂંટણી ન લડવી જોઈએ અને નવી પેઢીને આગળ આવવું જોઈએ. તેમણે બારામતીમાં કહ્યું હતું કે હું સત્તામાં નથી, રાજ્યસભામાં છું. મારી પાસે હજુ દોઢ વર્ષ બાકી છે. દોઢ વર્ષ પછી મારે રાજ્યસભામાં જવું કે નહીં તે વિચારવું પડશે. પરંતુ હું લોકસભા ચૂંટણી નહીં લડું. હું કોઈ ચૂંટણી લડીશ નહીં. કેટલી ચૂંટણી લડવી? અત્યાર સુધીમાં 14 ચૂંટણીઓ થઈ છે. તમે મને એક વાર પણ ઘરે બેસાડ્યો નથી. દરેક વખતે મારી પસંદગી કરી છે. આથી હવે ક્યાંય તો રોકાવવું પડશે. મેં આ સૂત્ર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. હવે નવી પેઢીએ આગળ આવવું જોઈએ.