ગુજરાત સહિત 11-રાજ્યોને ડેન્ગ્યૂના ફેલાવા વિશે કેન્દ્રની-ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11 રાજ્યોની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ સેરોટાઈપ-2 ડેન્ગ્યૂ બીમારીને કાબુમાં રાખવા માટેના પગલાં લે. આ 11 રાજ્યો છેઃ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણા.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજશ ભૂષણે કહ્યું છે કે ઉક્ત 11 રાજ્યોમાં સેરોટાઈપ-2 ડેન્ગ્યૂ રોગચાળાના કેસો વધારે નોંધાયા છે. સરકારે આ બીમારીને અંકુશમાં રાખવા માટે આ રાજ્યોને અનેક પગલાં લેવાની સૂચના પણ આપી છે. ડેન્ગ્યૂના દર્દીને શોધવા અને તાવ અંગે માહિતી દર્શાવતી હેલ્પલાઈન શરૂ કરવાનો પણ કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે. સરકારે આ રાજ્યોને ગયા ઓગસ્ટમાં ચેતવણી આપી હતી અને તે ફરી ઈસ્યૂ કરી છે.