આ બાબતો માટે આધાર કાર્ડની વિગતો આપવી ફરજિયાત નથી: SC

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે આજે આધાર કાર્ડ પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગત 10 મેથી આ બાબતનો નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. હવે આજે સુપ્રીમ કોર્ટે જનતાની એ મુંઝવણ દુર કરી છે જેથી હવે કઈ બાબતો માટે આધાર કાર્ડ ફરજિયાત નથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.અહીં આધાર કાર્ડની વિગતો આપવી ફરજિયાત નથી

– સ્કૂલમાં હવેથી આધાર કાર્ડ ફરજિયાત નહીં રહે

– બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત નથી. જેથી હવે બેન્ક તેના ગ્રાહકો પાસે આધાર કાર્ડની વિગતો માગી નહીં શકે

– મોબાઈલ સિમકાર્ડ માટે આધાર કાર્ડની વિગતો આપવી જરુરી નથી

– મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર અથવા કોઈ ખાનગી કંપનીઓ તમારી પાસેથી આધાર કાર્ડની વિગતો માગી નહી શકે

– UGC, NEET અને CBSEની પરીક્ષાઓ માટે આધાર કાર્ડ ફરજિયાન નથી

– બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પાસેથી આધાર કાર્ડ માગી નહી શકાય

– 14 વર્ષથી નાના બાળકોનું આધાર કાર્ડ નહીં હોય તો પણ તેને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી વંચિત નહીં કરી શકાય

– ટેલિકોમ કંપનીઓ, ઈ-કોમર્સ ફર્મ સહિતની સંસ્થાઓ તેમના ગ્રાહક પાસે આધાર કાર્ડની વિગત માગી નહીં શકે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]