કેન્સવિલેની ‘ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ’

અમદાવાદઃ કેન્સવીલે ગોલ્ફ એકેડેમી ખાતે યોજાયેલી એમેચ્યોર અને પ્રોફેશનલ ગોલ્ફર્સ દ્વિતીય ‘ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ’માં અમદાવાદ શહેરના 24 ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાના પ્રથમ 3 વિજેતા ખેલાડીઓમાં ધ્રુમિલ ધોળકીયા, દેવવ્રત સિંઘ રાજાવત અને નિમિત વોરાનો સમાવેશ થાય છે. તેમના વચ્ચેની સ્પર્ધા ત્રણ રોમાંચક ટાઈ બ્રેકર રાઉન્ડ પછી પૂરી થઈ હતી. ધ્રુમીલે ખૂબ જ ચોકસાઈ અને દ્રઢ નિશ્ચય દાખવ્યા હતા અને તે બીજી એડીશનનો વિજેતા બન્યો હતો. દેવવ્રત અને નિમિત અનુક્રમે પ્રથમ અને દ્વિતીય રનર્સ અપ જાહેર થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]