રાજકોટમાં આઈટીના દરોડા, કરોડોનું કાળુનાણું ઝડપાય તેવી શક્યતા

રાજકોટઃ આજે રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા ડેકોરા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. અહીંયા મળેલી કરોડોની રકમ બાદ હજુ પણ મોટી રકમ હાથ લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે. આઈટી વિભાગના અધિકારીઓની 48 ટીમના હાથે ઢગલાબંધ જમીનના દસ્તાવેજો પણ લાગ્યા છે. કરોડાનું કાળું નાણું ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

મહત્વનું છે કે આજે રાજકોટમાં વહેલી સવારથી જ આઈટી વિભાગના 132 અધિકારીની 48 ટીમ દ્વારા રાજકોટમાં મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. કુલ 44 સ્થળે પાડેલા સપાટામાં 26 સ્થળે દરોડા અને 18 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ એન્ડ સર્વેની કામગીરીમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા છે.

ડેકોર ગ્રુપના તમામ ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. આઈટી વિભાગ દ્વારા જમનભાઈ પટેલના ભાગીદારના ઘરે, ધારુભાઈ રોકડ અને તેમના પુત્ર ચેતન રોકડના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તો આ સાથે જ ગોપાલ ચુડાસમા, ચેતન રોકડ, ઉદ્યોગપતિ છગનભાઈ પટેલ, સહિતના લોકોના ત્યાં આઈટીએ દરોડા પાડ્યા હતા. આઈટી દ્વારા દરોડાની કાર્યવાહી વહેલી સવારથી જ ચાલી રહી છે.