અંબાજીઃ મેળા બાદ અંબાજી ચોખ્ખુચણાક કરતાં વિદ્યાર્થીઓ

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી સહિત આસપાસના માર્ગો પર આવેલા પદયાત્રીઓ દ્વારા ઠેકઠેકાણે કચરો ગંદકી ફેલાવી હતી. પણ મેળા બાદ પાલનપૂર મહેસાણા અને વડગામની કોલેજ ના 700 જેટલા વિદ્યાર્થીઓ જે એબીવીપી અને એન એસ એસ ના યુવક યુવતીઓ દ્વારા એક સ્વછતા અભિયાન ને લઈ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. આ સફાઈ ઝુંબેશ અંબાજીથી દાંતા હડાદ અને ગબ્બર વિસ્તારના 20 કીલોમીટરની ત્રિજ્યામાં ઝુંબેશ હાથ ધરી રસ્તામાં પડેલા પ્લાસ્ટિક કાગળ અને અન્ય કચરાને વીણીને એકત્રિત કરાયો હતો. રાજ્ય અને ભારત સરકાર ના સ્વછતા અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરાયો હતો. આ સફાઈ ઝુંબેશ માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પણ સહભાગી બની કોલેજ ના તમામ યુવક યુવતીઓને વાહન દ્વારા લાવા લઈ જવાની ,જમવાની તથા સફાઈના સાધનોની વ્યવસ્થા કરી હતી. જોકે આજે આ કોલેજીયનો દ્વારા સ્વછતા અભિયાનને લઈ હાથ ધરાયેલી સફાઈ ઝુંબેશ રોગચાળો ન ફેલાય અને સાથે પર્યાવરણનું રક્ષણ થાય તે માટે નું હતું.