ચેન્નઈઃ અત્યારે આખો દેશ લોકડાઉનને લઈને પોતાના ઘરમાં કેદ છે. ત્યારે દેશના ખૂણે-ખૂણામાં લોકો પોતાના ઘરે જવા માટેની રાહ જોઈ રહ્યા છે અને કોઈકને કોઈક જગ્યાએ ફસાઈ ગયા છે. સરકાર તરફથી આવા લોકોની શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. હવે તમિલનાડુમાં આ લોકડાઉન વચ્ચે રશિયન યુગલને પોલીસે પહાડ પરથી બચાવ્યા છે. હકીકતમાં, આ દંપતિ તમિલનાડુમાં આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા. ત્યારે આવામાં કોરોના વાયરસના કારણે લોકડાઉન થયું છે. કેટલાક દિવસ સુધી આ દંપતિએ આશ્રમમાંથી ભોજન મેળવ્યું હતું. થોડા દિવસ બાદ તેમની પાસેથી પૈસા ખતમ થઈ ગયા હતા. આ દરમિયાન દંપતિએ કોરોના વાયરસ લોકડાઉનને લઈને પહાડ પર રહેવાનો નિર્ણય કર્યો છે.
પોલીસ અનુસાર, તમિલનાડુમાં વિક્ટર અને ટેટીઆના નામના દંપતિ આધ્યાત્મિક યાત્રા પર તમિલનાડુ આવ્યા હતા પરંતુ લોકડાઉનને લઈને તે ત્યાં ફસાઈ ગયા હતા. બાદમાં તેમની પાસે પૈસા પણ પતી ગયા, જેને લઈને તેમણે Annamalai hills પર ચઢવાનો નિર્ણય કર્યો હતો. આશ્રમ તરફથી આ દંપતિને જમવાનું આપવામાં આવ્યું હતું. બાદમાં આ દંપતિ પોતાનું ભાડુ આપવામાં અસમર્થ થયા તો તેમણે પહાડ પર ચઢવાનો નિર્ણય કર્યો છે. જો કે, સ્થાનિક લોકોએ આ દંપતિને પહાડ પર ચઢતા જોયા તો તેમણે આ અંગે અધિકારીઓને જાણ કરી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે આ દંપતિને બચાવવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો. બાદમાં પોલીસે આ દંપતિની સમસ્યાને ધ્યાનપૂર્વક સાંભળી.
પોલીસ અનુસાર, આ દંપતિ કોરોના નેગેટિવ છે. તમિલનાડુ એ રાજ્યોમાં સમાવિષ્ટ છે કે જ્યાં કોરોના વાયરસના કેસો વધારે પ્રમાણમાં સામે આવ્યા છે. જો કે, મહારાષ્ટ્ર અત્યારસુધીમાં એવું પ્રથમ રાજ્ય છે કે જ્યાં કોરોનાના સૌથી ધારે કેસ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશમાં 3 મે સુધી લોકડાઉન છે. જેને લઈને તમામ લોકો પોતાના ઘરોમાં કેદ છે. અત્યારસુધી કોરોનાથી 500 થી વધારે લોકોના દેશમાં મોત થયા છે. જ્યારે 16,000 થી વધારે લોકો સંક્રમિત છે.
