‘ભારત જોડો યાત્રા’થી ચૂંટણીમાં 300 સીટો કોંગ્રેસ જીતશેનો રેડ્ડીનો દાવો

નવી દિલ્હીઃ ‘ભારત જોડો યાત્રા’ પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ઇરાદાઓ બુલંદ છે. હાલમાં આવેલા એક સર્વેમાં પણ કોંગ્રેસને થોડી વધુ સીટો મળતી દેખાડવામાં આવી છે. આ વધેલી સીટથી ઉત્સાહિત કોંગ્રેસના નેતા તુલસી રેડ્ડીએ દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી 2024માં કોંગ્રેસ એકલી જ બહુમત લાવશે. તેમણે દાવો કર્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 300થી વધુ સીટો જીતી જશે. આંધ્ર પ્રદેશથી આવનારા તુલસી રેડ્ડીએ કહ્યું હતું કે કોંગ્રેસને આંધ્ર પ્રદેશમાં એકલા જ ચૂંટણી લડવી જોઈએ. તેમણે એ પણ કહ્યું હતું કે પ્રાદેશિક પાર્ટીઓ લડાઈમાં સક્ષમ નથી.

તેમણે કહ્યું હતું કે માત્ર કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે, જે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકે છે. તેઓ હાલના સમયે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. ભાજપ પર હુમલો કરતા તેમણે કહ્યું હતું કે એ તો પહેલેથી જ વિશેષ દરજ્જાની સામે હતી અને હવે તેણે આંધ્ર પ્રદેશની ત્રણે પાર્ટીઓ પર દબાણ બનાવી રાખે છે. એને કારણે એ લોકો કેન્દ્ર સરકારથી વિશેષ પેકેજ પેકેજ કે વિશેષ દરજ્જો નથી માગી રહી.

ઇન્ડિયા ટુડે-સી વોટર સર્વેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ સર્વેમાં દેશનો મિજાજ સામે આવ્યો છે. એમાં કોંગ્રસને વધુ સીટો મળતી બતાવવામાં આવી હતી. હજી ચૂંટણીમાં 15 મહિના બાકી છે. એ હજી વધતી જશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ માટે દુશ્મન નંબર વન ભાજપ છે અને દુશ્મન 2 જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ છે.