UPમાં 13,000 મદરેસાને બંધ કરવાની SITની ભલામણ

લખનૌઃ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SITએ) ઉત્તર પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો છે, જેમાં SITએ આશરે 13,000 મદરેસાઓને તત્કાળ અસરથી બંધ કરવાની ભલામણ કરી છે. આ મદરેસાઓને ગેરકાયદે રીતે સંચાલિત કરવામાં આવતી હતી અને આ બધી મદરેસાઓ એ સૂત્રનું નામ બતાવવામાં નિષ્ફળ રહી હતી, જ્યાંથી તેમનું ફન્ડિંગ અત્યાર સુધી થઈ રહ્યું હતું.

આ બધી મદરેસાઓ નેપાળ બોર્ડરથી લાગેલી છે. આ બધી મદરેસા મહારજગંજ, શ્રાવસ્તી અને બહરાઇચ જિલ્લાના અંતર્ગત આવે છે. SITએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે એનું ફન્ડિંગ પારદર્શક રીતે નથી અને ફાઇનાન્સ રેકોર્ડ દેખાડવામાં આ પણ આ બધી નિષ્ફળ રહી હતી.

મહારજગંજ, શ્રાવસ્તી અને બહરાઇચ જિલ્લામાં 500 એવી મદરેસાની તપાસ કરવામાં આવી હતી. આ સિવાય SIT અન્ય જિલ્લાઓ પણ દરોડા પાડીને આ મદરેસાઓની તપાસ કરી રહી છે. SITનો રિપોર્ટ કહે છે કે મદરેસા બોર્ડની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ બધી ગેરકાયદે રીતે ચાલી રહી છે. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે SIT ટીમને રાજ્યમાં ચાલતી આ મદરેસાઓની તપાસ કરવા માટે બનાવી હતી.

આ રિપોર્ટ બાદ ડેપ્યુટી CM બ્રજેશ પાઠકનું કહેવું છે કે  અમારી સરકાર રાજ્યમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત કરાશે. અમે કોઈ પણ સ્થિતિમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નહીં થવા દઈએ. દોષીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે સખત કાર્યવાહી કરવામાં આવશે.

ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે દેશમાં જો શિક્ષણને બહાને દેશવિરોધી કામગીરી કરવામાં આવશે, તો તપાસ થશે અને દોષીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.