RBIએ 10 મહિનામાં છ વાર રેપો રેટ વધાર્યોઃ EMI વધશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય બેન્ક RBIની ચાલુ નાણાકીય વર્ષ 2022-23ની છેલ્લી MPCની બેઠકમાં બેન્કે રેપો રેટમાં 0.25 bps (0.25 ટકા)નો વદારો કર્યો છે, જે પછી રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.50 થયો છે. છેલ્લા 10 મહિનામાં RBIએ સતત છઠ્ઠી વાર રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો છે. RBIની ધિરાણ નીતિ સમિતિની બેઠક આઠ ફેબ્રુઆરી, 2023એ બેઠક થઈ હતી. બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસો માટે ધિરાણ નીતિઓ માટે બનેલી સમિતિની બેઠક પછી એ એલાન કર્યું હતું. ગયા વર્ષે મે, 2022થી માંડીને અત્યાર સુધી છઠ્ઠી વાર રેપો રેટ 2.5 ટકા વધી ચૂક્યો છે.

RBIની MPCમાંના છમાંથી ચાર સભ્યો રેપો રેટ વધારવાના પક્ષમાં મત આપ્યો હતો. બેન્કના આ પગલાંથી તમારી લોનનો હપતો (EMI) વધી જશે. રેપો રેટ એ દર છે, જેના પર RBI બેન્કોને લોન આપે છે. એટલે જો રેપો રેટમાં વધારો થાય છે તો લોનના વ્યાજદર પણ વધી જાય છે.RBIએ કુલ મળીને રેપો રેટ 2.5 ટકા વધાર્યો છે.  મે, 2022માં રેપો રેટ ચાર ટકા હતો, જે હવે 10 મહિના પછી ફેબ્રુઆરી 2023માં વધારીને 6.5 ટકા થયો છે. છેલ્લી ત્રણ ધિરાણ નીતિ સમિતિની બેઠકમાં -30 સપ્ટેમ્બરે 50 bps, એ પછી સાત ડિસેમ્બરે 35 bps અને હવે આજે આઠ ફેબ્રુઆરીએ 25 bpsનો વધારો થયો છે.

RBIની રેપો રેટ વધારવાનો ઉદ્દેશ માર્કેટ લિક્વિડિટી એટલે કે રોકડ પ્રવાહને ઘટાડવાનો થે, જેથી મોંઘવારી દર કાબૂમાં કરી શકાય. રેપો રેટ વધારવાથી આશરે બધી બેન્કોએ ધિરાણદર વધારવા પડે છે. જેની અસર લોનધારકોને વધેલા વ્યાજદરોના રૂપે સહન કરવો પડશે અને તેમણે EMIની રકમ ચૂકવવી પડશે.