નવી દિલ્હીઃ અયોધ્યામાં ત્રણ-માળવાળા રામ મંદિરના ભોંયતળિયાનું બાંધકામ આવતા ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઈ જશે અને પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ આવતા વર્ષની 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. આ જાણકારી મંદિર બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આપી છે.
પીટીઆઈ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં મિશ્રાએ કહ્યું કે, પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ 20-24 જાન્યુઆરી દરમિયાન કોઈ પણ દિવસે હાથ ધરાશે અને ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે એવી ધારણા છે. વડા પ્રધાનના કાર્યાલય તરફથી તારીખ નિશ્ચિત કરવામાં આવશે અને અમને એની જાણ કરવામાં આવશે.
(તસવીર સૌજન્યઃ @ShriRamTeerth)
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભગવાન રામ લલાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ વખતે હાજર રહેવાનું વડા પ્રધાન મોદીને વિધિસર આમંત્રણ આપશે. ભગવાન રામના બાળસ્વરૂપની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.