દરેક ભારતીયને કોરોના-રસી મળવી જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ દેશમાં તમામ લોકોને કોરોનાવાઈરસ પ્રતિબંધાત્મક રસી મળવી જોઈએ એવી માગણીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે પ્રત્યેક ભારતીયને પોતાનો જીવ બચાવવાની તક મેળવવાનો અધિકાર છે. રાહુલે ટ્વિટરના માધ્યમ દ્વારા કહ્યું છે કે કોરોના રસીની કોને જરૂર છે અને કોણ ઈચ્છે છે એવી ચર્ચા કરવી નિરર્થક છે. પ્રત્યેક ભારતીય જીવ બચાવવાની તકને પાત્ર છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં બે વાર એવું બન્યું છે કે ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા એક જ દિવસમાં એક લાખના આંકડાને પાર કરી ગઈ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]