રાહુલે મોદીને ચેલેન્જ ફેંકી; ઈંધણના ભાવ નીચા લાવી બતાવો

નવી દિલ્હી – ટ્વિટર પર ફિટનેસ ચેલેન્જ વાયરલ થઈ છે. એનો લાભ લઈને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે કે તમે પેટ્રોલ અને ડિઝલના ભાવ નીચે લાવી આપો નહીં તો દેશભરમાં આંદોલન માટે તૈયાર રહો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદીને ચેલેન્જ ફેંકી છે કે તમે વિરાટ કોહલીએ ફેંકેલી ફિટનેસ ચેલેન્જ સ્વીકારી એ જાણીને આનંદ થયો, પણ હવે મારા તરફથી આ ચેલેન્જ છે. ઈંધણના ભાવ નીચે લાવી બતાવો નહીં તો કોંગ્રેસ દેશભરમાં આંદોલન કરશે અને ત્યારે તમારે એ નીચે લાવવાની ફરજ પડશે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ આજે પ્રતિ લીટર રૂ. 85ના આંકને પાર કરી ગયો છે અને ઓલટાઈમ હાઈ બન્યો છે. મુંબઈમાં ડિઝલ પ્રતિ લીટર રૂ. 72.35ના ભાવે વેચાઈ રહ્યું છે.

આ છે, રાહુલ ગાંધીનું ટ્વીટ…

httpss://twitter.com/RahulGandhi/status/999575452749574144

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]