મોદી સરકારે દેશમાં બેન્કિંગ સિસ્ટમનો નાશ કરી નાખ્યો છેઃ રાહુલનો આરોપ

નવી દિલ્હી – દેશમાં રોકડ રકમની ઊભી થયેલી અછત બદલ કેન્દ્ર સરકારી ઝાટકણી કાઢતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીરવ મોદી જેવા ભાગેડૂ ઉદ્યોગપતિઓ માટે અચ્છે દિન લાવીને બેન્કિંગ સિસ્ટમને ખલાસ કરી નાખી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર મોદી સરકારની ટીકા કરતાં અનેક ટ્વીટ્સ મૂક્યા છે.

બીજી બાજુ, કોંગ્રેસ પાર્ટીએ પણ એના ટ્વિટર હેન્ડલ પર મોદી સરકારનો ઉધડો લઈ નાખ્યો છે અને એની પર એવો આરોપ મૂક્યો છે તે દેશમાં રોકડ રકમની તંગીની પરિસ્થિતિનું ઈરાદાપૂર્વક નિર્માણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગણા, મધ્ય પ્રદેશ, બિહાર જેવા કેટલાક રાજ્યોમાં કેશ ઉપલબ્ધતાની સ્થિતિ બગડી છે. આ રાજ્યોમાં લોકો ફરિયાદ કરી રહ્યા છે કે એટીએમ મશીનોમાં કેશ હોતા નથી.

દરમિયાન, કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ પણ ટ્વિટર પર હાજર થઈને આમ જનતાને ખાતરી આપી છે કે રોકડની અછત જેવું કંઈ જ નથી. અમે દેશમાં કરન્સીની સ્થિતિની સમીક્ષા કરી છે. એકંદરે જોવા જઈએ તો સર્ક્યૂલેશનમાં તેમજ બેન્કોમાં પર્યાપ્ત કરન્સી ઉપલબ્ધ છે. જે કામચલાઉ અછત વર્તાઈ છે એ કેટલાક વિસ્તારોમાં ઓચિંતી અને અસામાન્ય રીતે ઊભી થઈ છે અને એને ઝડપથી નિપટાવવામાં આવી રહી છે.

httpss://twitter.com/RahulGandhi/status/986166171929104385

httpss://twitter.com/INCIndia/status/986093163327737856

httpss://twitter.com/INCIndia/status/986204174915432450

httpss://twitter.com/INCIndia/status/986114985498591234

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]