એર ઈન્ડિયા સહિત 28 કંપનીઓના બાયર્સ ગોતી રહી છે મોદી સરકાર, આ છે લિસ્ટ…

નવી દિલ્હીઃ આમ તો મોદી સરકાર લાંબા સમયથી દેવામાં ડૂબેલી એર ઈન્ડિયા અને પવન હંસના વિનિવેશના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ યોગ્ય ખરીદદાર હજી મળ્યાં નથી. હવે સરકાર દ્વારા સાર્વજનિક રીતે તે તમામ પબ્લિક સેક્ટર કંપનીઓ મામલે જાણકારી આપવામાં આવી છે કે જેને રોકાણની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. આ કુલ 28 કંપનીઓ છે અને આ સીવાય મંત્રાલય દ્વારા કુલ 19 કંપનીઓ મામલે જણાવવામાં આવ્યું છે કે જેને બંધ કરવાની સરકારે મંજૂરી આપી છે. આ તમામ કંપનીઓ ખોટમાં ચાલી રહી છે.

હકીકતમાં તાજેતરમાં કોંગ્રેસ લોકસભા સાંસદ એડવોકેટ અદૂર પ્રકાશે સદનમાં મોટા ઉદ્યોગ અને લોક ઉદ્યમ મંત્રાલય પાસેથી પબ્લિક સેક્ટરમાં કંપનીઓની વિગતો માંગી હતી. આનો જવાબ આપતા મંત્રાલયના પ્રધાન અરવિંદ ગણપત સાવંતે તે કંપનીઓ મામલે જાણકારી આપી કે જેમને સરકારે સૈદ્ધાંતિક રોકાણની મંજૂરી આપી છે.

મોદી સરકાર દ્વારા પ્રોજેક્ટ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ, હિંદુસ્તાન પ્રીફૂ લિમિટેડ, હોસ્પિટલ સર્વિસીઝ કન્સલ્ટન્સી લિમિટેડ, રાષ્ટ્રીય પરિયોજના નિર્માણ નિગમ, એન્જિનિયરિંગ પ્રોજેક્ટ લિમિટેડ, બ્રિજ એન્ડ રુફ કંપની ઈન્ડિયા લિમિટેડ, પવન હંસ લિમિટેડ, અલોય સ્ટીલ પ્લાન્ટ, હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ લિમિટેડ, સ્કૂટર્સ ઈન્ડિયા લિમિટેડ સીવાય ભારત પંપ અને કમ્પ્રેશર્સ લિમિટેડના રોકાણને મંજૂરી મળી ચૂકી છે.

આ સીવાય હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેડ, સેન્ટ્રલ ઈલેકટ્રોનિક્સ લિમિટેડ, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, ફેરા સ્ક્રૈપ નિગમ લિમિટેડ અને ભારતીય સીમેન્ટ નિગમ લિમિટેડને પણ સરકાર વેચવા માંગે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]