મોદીના અધ્યક્ષપદ હેઠળ આજે BRICS શિખર સંમેલન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ BRICS સમૂહના દેશોના વડાઓનું આજે વાર્ષિક શિખર સંમેલન યોજાશે. આ 13મું શિખર સંમેલન વર્ચ્યુઅલ માધ્યમમાં હશે. BRICS એટલે બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા. આજની બેઠકમાં બ્રાઝિલના પ્રમુખ જાયર બોલ્સોનારો, સાઉથ આફ્રિકાના પ્રમુખ સિરીલ રેમ્ફોસા, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ હાજરી આપશે. મોદીના અધ્યક્ષપદ હેઠળ આ બીજી વાર BRICS શિખર સંમેલન યોજાશે. આ પહેલાં 2016માં મોદીએ ગોવા શિખર સંમેલનમાં અધ્યક્ષપદ સંભાળ્યું હતું. BRICSની સ્થાપનાનું આ 15મું વર્ષ છે અને 13મું શિખર સંમેલન છે.

આજના શિખર સંમેલનનો થીમ છેઃ ‘BRICS દેશોમાં સહકાર, સંકલન અને સર્વસંમતિ.’ આજની બેઠકમાં પાંચ દેશોના વડાઓ અફઘાનિસ્તાનમાંની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરે એવી ધારણા છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ પર કરવામાં આવેલા કબજા અને અફઘાનિસ્તાન તરફથી સંભવિત રીતે ઊભા થનાર આતંકવાદી જોખમોના મુદ્દે ચર્ચા થાય એવી ધારણા છે.