પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની હત્યા

નવી દિલ્હીઃ પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનના સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં બોમ્બ મારીને આતંકવાદી લતીફની હત્યા કરી છે.  શાહિદ લતીફ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. તેની આતંકવાદીઓને મોકલવાની મુખ્ય ભૂમિકા હતી. 2016માં જૈશના આતંકવાદીઓએ પઠાણકોટના એરબેઝ પર હુમલો કર્યો હતો, જેમાં સાત જવાનો શહીદ થયા હતા.

આ એન્કાઉન્ટર 36 કલાક સુધી ચાલ્યું હતું અને ત્રણ દિવસ સુધી કોમ્બિંગ ઓપરેશન ચાલુ રહ્યું હતું. શાહિદ લતીફ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)નો મુખ્ય કમાન્ડર હતો તે બીજી જાન્યુઆરી, 2016એ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે જ જૈશના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કરનારા આતંકવાદીઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે.

શાહિદ લતીફની 12 નવેમ્બરે 1994માં ધરપકડ કરવામાં આવી હતી. શાહીદ લતીફને પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની પહેલ અંતર્ગત છોડવામાં આવ્યો હતો. 1999માં કંધાર પ્લેન હાઇજેકિંગ કેસ સમયે પણ આતંકવાદીઓએ લતીફને છોડવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમને સફળતા નહોતી મળી. તે સમયે જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને છોડવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ લતીફને 2010માં મનમોહન સિંહ સરકાર સમયે છોડવામાં આવ્યો હતો. આ જ લતીફ પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર આંતકવાદીના ચીફ હેન્ડલર હતો.

તે કેમ્પસની દીવાલ કૂદીને સૈનિકો જ્યાં રહેતા હતા ત્યાં પહોંચ્યો હતો. અહીં ગોળીબારમાં ચાર હુમલાખોરો માર્યા ગયા અને ત્રણ જવાન શહીદ થયા. બીજા દિવસે IED બ્લાસ્ટમાં વધુ ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા.