આમિર ખાન નવી ફિલ્મ બનાવશે ‘સિતારે જમીન પર’

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને જાહેરાત કરી છે કે પોતે નવી ફિલ્મ બનાવશે જેનું શિર્ષક હશે ‘સિતારે જમીન પર’. તેણે કહ્યું છે કે એની નવી ફિલ્મ 2007માં આવેલી ‘તારે જમીન પર’ ફિલ્મ કરતાં 10 ડગલા આગળ હશે. ‘તારે જમીન પર’ ફિલ્મે દર્શકોને રડાવ્યા હતા, તો નવી ફિલ્મ એમને હસાવશે.

એક મુલાકાતમાં આમિરે કહ્યું છે કે તેની નવી ફિલ્મનો થીમ તારે જમીન પર ફિલ્મને મળતો હશે. હાલ હું એ વિશે વધારે કંઈ નહીં કહું. માત્ર એનું ટાઈટલ જણાવું છું, એ છે સિતારે જમીન પર. તારે જમીન પર ફિલ્મના જ થીમ પર પણ એના કરતાં 10 ડગલા આગળ વધીને નવી ફિલ્મ બનાવવાના છીએ. તારે જમીન પર લાગણીપ્રધાન ફિલ્મ હતી જ્યારે નવી ફિલ્મ દર્શકોને બહુ જ હસાવશે. તારે જમીન પર ફિલ્મમાં મંદબુદ્ધિવાળા બાળક ઈશાનની વાર્તા હતી જ્યારે નવી ફિલ્મમાં 9 બાળકો હશે, જેમની દરેકની પોતપોતાની સમસ્યા હશે. આ ફિલ્મ હાસ્યપૂર્ણ હશે અને સાથોસાથ એની વાર્તા હૃદયસ્પર્શી હશે.