પાક, ચીન, તાલિબાન ભારત પર હુમલો કરશેઃ સ્વામી

નવી દિલ્હીઃ હાલમાં ભાજપના પાર્ટી નેતૃત્વથી નારાજ ચાલી રહેલા દિગ્ગજ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને અફઘાનિસ્તાન મુદ્દે એક વણમાગી સલાહ આપી છે. તેમણે ટ્વીટ કરીને મોદી સરકારથી કહ્યું હતું કે તાલિબાન રાજની સ્થાપના થતાં અફઘાનિસ્તાન છોડી ચૂકેલા સંયુક્ત આરબ અમિરાતમાં શરણું લેનારા રાષ્ટ્રપતિ અશરફ ગનીને વાસ્તવમાં ભારતે શરણું આપવું જોઈએ. એના પાછળ તેમણે દૂરગામી ક્યાસોને આધાર બનાવ્યો છે. આ પહેલાં સ્વામીએ અફઘાનિસ્તાન પર તાલિબાન રાજની સ્થાપના થતાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે હવે ચીન, પાકિસ્તાન અને તાલિબાન એકસાથે મળીને ભારત પર હુમલા કરશે.  

અફઘાનિસ્તાન પર રવિવારે તાલિબાન રાજ આશરે બે દાયકા પછી પરત ફરવા ભારતે મોટા મૂડીરોકાણને લઈને તમામ પ્રકારની અટકળોને જન્મ આપ્યો છે. એક તરફ વિપક્ષ જ્યાં મોદી સરકારની અફઘાનિસ્તાનને લઈને વિદેશ નીતિ જાણવાનો આગ્રહ કરી રહી છે, જ્યારે બીજી તરફ મોદી સરકાર થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરીને વિશ્વના અન્ય લોકતાંત્રિક દેશોના આગામી પગલાની રાહ જોઈ રહી છે. પાકિસ્તાન સહિત ચીન તાલિબાન રાજને એક બાજુ માન્યતા આપી ચૂક્યા છે. રશિયા પણ કૂણું વલણનો સંકેત આપ્યો છે.

સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અશરફ ગનીને અહીં રહેવા આમંત્રણ આપવું જોઈએ. તાલિબાન અમેરિકાએ બનાવેલાં હથિયારોની સાથે પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસણખોરી કરશે. તે ભારતને ભવિષ્યમાં પ્રવાસી અફઘાન સરકાર બનાવવામાં મદદ કરશે. સ્વામી હમણાં-હમણાં મોદી સરકાર પણ ટોણો મારતા રહ્યા છે.