રણજી ટ્રોફી પાંચ-જાન્યુઆરીએ બદલાયેલા માળખા સાથે શરૂ થશે

નવી દિલ્હીઃ સ્થાનિક સીઝનનો પ્રારંભ 20 સપ્ટેમ્બર મહિલા અંડર-19 વનડે મેચની સાથે થશે. BCCI કેન્દ્ર સરકાર, રાજ્ય નિયામક સત્તાવાળા અને અન્ય સ્કેહોલ્ડર્સની સાથે મળીને કામ કરી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે દેશમાં ઘરેલુ ક્રિકેટ માટે નવો કાર્યક્રમ જારી કર્યો છે, જેમાં રણજી ટ્રોફી ટુર્નામેન્ટ 2021-22ની હાલની સીઝન પાંચ જાન્યુઆરીથી 20 માર્ચ સુધી રમાશે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રણજી ટ્રોફીનું આયોજન નહોતું થઈ શક્યું. મહિલા અંડર-19 વનડે ટુર્નામેન્ટની સીઝન 20 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી રમાશે. આ વખતે સૈયદ મુસ્તાક અલી T20, રણજી ટ્રોફી અને વિજય હજારે વનડેમાં એકરૂપતા હશે. પ્રત્યેક ટુર્નામેન્ટમાં પાંચ એલિટ ગ્રુપ હશે, જેમાં પ્રત્યેક ગ્રુપમાં છ ટીમો હશે. વળી, આઠ ટીમોનું એક પ્લેટ ગ્રુપ હશે.  પાંચ એલિટ ગ્રુપના વિજેતા સીધા કવાર્ટર ફાઇનલમાં પહોંચશે. પ્રત્યેક એલિટ ગ્રુપમાંથી બીજા સ્થાને રહેનારી ટીમો અને પ્લેટ ગ્રુપની વિજેતા ત્રણ પ્રી-ક્વાર્ટર ફાઇનલ રહેશે અને ત્રણ વિજેતા ક્વાર્ટર ફાઇનલ પૂરી કરશે.

બોર્ડે ગયા મહિને એક નિવેદન જારી કર્યું હતું કે પુરુષોની સ્થાનિક સીઝન 20 ઓક્ટોબરથી શરૂ થશે અને રણજી ટ્રોફી ત્રણ મહિનામાં વિન્ડોમાં 16 નવેમ્બર, 2021થી 19 ફેબ્રુઆરીની વચ્ચે આયોજિત કરવામાં આવશે. જેથી મેચોના આયોજનને બદલી નાથવામાં આવ્યું છે, રણજી ટ્રોફીને આવતા વર્ષે ધકેલી દેવામાં આવી છે.  BCCIએ કહ્યું હતું કે એક ટીમ મહત્તમ 30 સભ્યોને સામેલ કરી શકાશે, એમાં 20 ખેલાડી અને 10 સપોર્ટ સ્ટાફ રહેશે.