ધોની બન્યો રોકસ્ટારઃ કરી ધમાકેદાર એક્ટિંગ

દુબઈઃ 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2021) ક્રિકેટ સ્પર્ધાની 14મી આવૃત્તિના દ્વિતીય ચરણનું આયોજન કરાશે. પહેલા હાફમાં ભારતમાં 29 મેચો રમાઈ હતી, પણ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો થવાને કારણે સ્પર્ધાને અટકાવી દેવી પડી હતી. હવે બીજા ચરણની મેચો યૂએઈમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમો ત્યાં પહોંચી ગઈ છે. ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો તો એક વિડિયો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ધોની એમાં એકદમ નવી હેરસ્ટાઈલ સાથે અને લૂકમાં દેખાય છે. એણે રંગબેરંગી કપડાં પહેર્યા છે અને વાળ પણ સોનેરા રંગથી રંગ્યા છે. આ વિડિયો ગજબ એટલા માટે છે કે ધોની સામાન્ય રીતે શાંત સ્વભાવની છાપ ધરાવે છે, પણ આ વિડિયોમાં તે મસ્તીભર્યા મૂડમાં દેખાય છે. તે આ વિડિયોમાં બોલે છેઃ ‘મેહરબાન-સાહેબાન, આઈપીએલના કદરદાન. બચ્ચા પહલવાન. ઈન્ટરવલ કે બાદ આયેગા દૂસરે હાફ કા તૂફાન. ડ્રામા હૈ, સસ્પેન્સ હૈ, ક્લાઈમેક્સ હૈ. ગબ્બર હૈ, હિટમેન હૈ, હેલિકોપ્ટર કા ટેકઓફ્ફ હૈ. કિંગ હૈ, પ્લેઓફ હૈ, સુપરઓવર હૈ. પહલા હાફ તો સિર્ફ ઝાંકી હૈ, આઈપીએલ કે દૂસરે હાફ કા અસલી પિક્ચર અભી બાકી હૈ.’

આ વિડિયોમાં ધોનીની કમાલની એક્ટિંગ જોવા મળે છે. હાલની સ્પર્ધામાં ધોની ટીમ 7માંથી પાંચ મેચ જીતીને 8-ટીમની યાદીમાં બીજા નંબરે છે. 19 સપ્ટેમ્બરે ચેન્નાઈનો મુકાબલો ગયા વર્ષની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ સાથે થવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]