મુંબઈઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અને નાણાં મંત્રી અજિત પવારે હાલમાં વિધાનસભામાં દાવો કર્યો હતો કે રાજ્યના અર્થતંત્રની સ્થિતિ સારી અને સ્થિર છે. જેને પગલે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. રાજ્યને માથે વર્ષ 2024-25માં આશરે રૂ. 7.82 લાખ કરોડથી વધુનાં દેવાં છે, જે રાજ્યની GDP 18.35 ટકા છે, જ્યારે એની મર્યાદા 25 ટકા છે.
ગયા વર્ષની તુલનામાં રાજ્યમાં દેવાંમાં 10.67 ટકાનો વધારો થયો છે, પણ એ નિર્ધારિત મર્યાદાની અંદર છે. એટલે રાજ્ય માટે ચિંતાની કોઈ વાત નથી. આ દેવાં પાછલાં વર્ષની તુલનામાં ભલે વધ્યું હોય, પણ સ્થિતિ કાબૂમાં છે, એમ તેમણે કહ્યું હતું.
महाराष्ट्रातील १३ कोटी जनतेसाठी माझा महत्वपूर्ण संदेश !#दादाचा_वादा pic.twitter.com/JOlKJZMxYY
— Ajit Pawar (@AjitPawarSpeaks) July 4, 2024
આ વર્ષના અંતમાં રાજ્યમાં થનારી વિધાનસભાની ચૂંટણીથી પહેલાં એકનાથ શિંદેના નેતૃત્વમાં ચાલી રહેલી મહાયુતિ સરકારનું છેલ્લું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં પવારે મહિલાઓ, યુવાઓ, ખેડૂતો અને સમાજના અન્ય વર્ગો માટે રૂ. 80,000 કરોડથી વધુના ખર્ચની ઘોષણા કરી હતી.
મહિલાઓ માટેની યોજનાની પ્રશંસા, પણ
મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી યોજના વિશે પવારે કહ્યું હતું કે CM પવારે કહ્યું હતું કે મહિલાઓએ આ યોજનાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું હતું કે લાડકી બહેન યોજનાથી આશરે 2.5 કરોડ મહિલાઓને લાભ મળશે, જેનાથી રાજ્યને વાર્ષિક રૂ. 46,000 કરોડનો ખર્ચ આવશે. જોકે તેમણે લોકસભા ચૂંટણીથી પહેલાં મહિલાઓને રૂ. 8500 માસિક ભથ્થાં આપવાના કોંગ્રેસના વચનની ટીકા કરી હતી. જો કોંગ્રેસની સરકાર આવી હોત અને એ યોજનાને લાગુ કરવામાં આવી હોત, રૂ. 2.5 લાખ કરોડની બજેટ ફાળવણીની જરૂર હોત, એમ તેમણે કહ્યું હતું.