કેન્દ્રએ રાજ્યોથી ખાદ્ય-તેલોની જમાખોરીની કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલોની કિંમતો પર અંકુશ લગાવવા સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકારના જાહેર વિતરણ વિભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે જમાખોરો સામે કરેલી કાર્યવાહીની વિગતો માગી છે. ખાદ્ય તેલોની આયાતને સરળ બનાવવા માટે ચોખાની ભૂસીના તેલનું ઉત્પાદન વધારીને 18 લાખ મેટ્રિક ટન (LMT) કરવાના ઉદ્દેશથી કેન્દ્રએ રાજ્યોને ચોખાની મિલોની ક્ષમતાની સમીક્ષા કરવા અને ક્ષમતા વધારવા નિર્દેશ આપ્યા છે. કેટલાંક રાજ્યોએ ક્ષમતા વધારવા રસ પણ દાખવ્યો છે. હાલના સમયે ઉત્પાદન આશરે 11 LMT છે. સરકારનો તર્ક છે કે ક્ષમતા આશરે 18 LMT છે.

ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે તેલંગાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવાં રાજ્યોએ મિલોની ક્ષમતા વધારવા રસ દાખવ્યો છે. રાઇસ બ્રાન ઓઇલ સોલવન્ટ એક્સટ્રેક્શન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સહમતી દર્શાવી છે. ચોખાની ભૂસીનો ઉપયોગ કન્ફેક્શનરી ઉત્પાદનો જેવાં કે બ્રેડ, સ્નેક્સ, કુકીઝ બિસ્કિટમાં કરવામાં આવે છે. વસા રહિત ચોકરનો ઉપયોગ પશુઓના ચારામાં, જૈવિક ખાતર,દવાના ઉદ્દેશથી મીણમાં કરવામાં આવે છે. પારંપરિક તેલોની તુલનાએ ચોખાની ભૂસીના તેલનું વેચાણ બહુ ઓછું છે.

વર્ષ 2018માં ચોખાની ભૂસીના તેલનું ઉત્પાદન 2014-15માં 9.20 લાખ ટન હતી. નાફેડે ભવિષ્યમાં આયાતી તેલ પરની દેશની નિર્ભરતા ઘટાડશે. નાફેડ બ્રાન્ડેડ ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની ભૂંસીના તેલ સરળતાથી પ્રદાન કરશે, જે સ્વદેશી તેલના નિર્માણ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]