હોમ-લોન પૂરી થયા પછી આ દસ્તાવેજો હાંસલ કરવા જરૂરી

નવી દિલ્હીઃ ઘર ખરીદતી વખતે હોમ લોન લેવી સારી વાત છે, પણ હોમ લોનને પૂરી કરતા સમયે કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ, જેથી ભવિષ્યમાં મિલકત સંબંધિત હેરાનગતિથી બચી શકાય. નિષ્ણાતોનું કહેવું છે કે બેન્કને બધા EMIની ચુકવણી થયા પછી તમારે કન્વેયન્સ ડીડ, પાવર ઓફ એટર્ની, પઝેશન લેટર, બિલ્ડર બાયર એગ્રીમેન્ટ સેલ્સ ડીડ સહિત બધા વાસ્તવિક ડોક્યુમેન્ટની ખાતરી કરી લેવી જોઈએ.

જેતે બેન્કને આપેલા ઓરિજિનલ કાગળિયાં ધિરાણ કરતી બેન્કથી પાછા મેળવતી વખતે તકેદારી રાખીને પરત લેતી વખતે ચકાસણી કરી લેવી જોઈએ. બેન્કને સિક્યોરિટી માટે આપેલા વધારાના ચેક કે પછી અન્ય દસ્તાવેજોને લોનની ચુકવણી વખતે પરત મેળવી લેવા જોઈએ. જેથી પછી કોઈ મુશ્કેલી ન સર્જાય, એવું જાણકારોનું કહેવું છે.

હોમ લોન પૂરી થયા પછી NOC અથવા NDC (નો ડ્યુઝ સર્ટિફિકેટ) હાંસલ કરી લેવું જોઈએ. NOC હાંસલ કરતા સમયે બધી માહિતી જેવી કે નામ, મિલકતની વિગતો, ક્લોઝરની તારીખ વગેરેની ઝીણવટથી તપાસી લેવા જોઈએ.

એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ એક રીતે કાનૂની દસ્તાવેજ છે. એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ એ વાતનો પુરાવો છે કે કોઈ પ્રોપર્ટી કાનૂની નાણાકીય બોજથી મુક્ત છે કે નહીં. એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ દ્વારા પ્રોપર્ટી બેન્કની પાસે ગિરવી છે કે નહીં એની માહિતી મળે છે. એ સાથે એ મિલકતનો માલિક કોણ છે, જ્યારે એ ક્યારે પ્રોપર્ટી બની છે અથવા કેટલા લોકોની પાસે રહી ચૂકી છે. એની માહિતી મળે છે. આ દસ્તાવેજ દ્વારા એ પ્રોપર્ટીનો અસલી માલિકની સાથે ડીલ ફાઇનલ કરી રહ્યા છે. એ સાથે પ્રોપર્ટી પર કોઈ પણ રીતે કોઈ કાનૂની વિવાદ અથવા નાણાકીય લોન સામે ગિરવી તો નથીને.