હવે સંસદની બહાર મારા લિન્ચિંગની તૈયારીઃ દાનિશ અલી

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના નેતા દાનિશ અલીએ આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં મૌખિક લિન્ચિંગ પછી હવે સંસદની બહાર લિન્ચિંગ માટે નેરેટિવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના સાંસદ રમેશ બિધૂડીની BSPના MP દાનિશ અલી માટે વાંધાજનક ટીકાટિપ્પણને લઈને આરોપ-પ્રત્યારોપણ શરૂ થઈ ગયું છે. તેમણે આ ટિપ્પણી ભાજપના સાસંદ નિશિકાંત દુબેના આરોપના જવાબમાં કરી હતી. દુબેએ આરોપ લગાવ્યો હતો કે અલીએ અપશબ્દ કહ્યા હતા. જેને કારણે પાર્ટીના સાંસદ રમેશ બિધૂડી ભડક્યા હતા.

લોકસભામાં ગયા ગુરુવારે ચંદ્રયાન-3 પર ચર્ચામાં બિધૂડીએ BSP સાંસદની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે પછી હંગામો શરૂ થયો હતો અને વિરોધ પક્ષોના નેતાઓએ ભાજપ સાંસદની વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી.

દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને BSP સાસંદ દાનિશ અલીની સામે અશોભનીય વર્તૂણૂક અને ટિપ્પણીઓની પણ તપાસ કરવાની માગ કરી હતી. લોકસભાના અધ્યક્ષ બિરલાને લખેલા પત્રમાં દુબેએ આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ તેમને (બિધૂડીને) ઉશ્કેરવાનો હતો, કેમ કે તેઓ ધીરજ ગુમાવી ચૂક્યા હતા.

દુબેના આરોપો પર અલીએ કહ્યું હતું કે મેં દુબેનો પત્ર જોયો છે, સંસદની અંદર મારું મૌખિક લિન્ચિંગ કરવામાં આવ્યું હતું અને સંસદની બહાર મારા લિન્ચિંગ માટે તૈયારી કરવામાં આવી રહી છે.