મુંબઈ-ગોવા હાઇવે પર અકસ્માતમાં નવ લોકોનાં મોત

મુંબઈઃ મુંબઈ-ગોવા હાઇવે પર સવારે રોડ અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં છે. સવારે 4.45 કલાકે મુંબઈ-ગોવા હાઇવે પર માનગાવની પાસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. ગોરેગામ પોલીસ સ્ટેશન મુજબ રેપોલીની પાસે પરત ફરી રહેલી MIDCથી મુંબઈ આવી રહેલી ટ્રક અને મુંબઈથી ગુહાગર જતી એક ઇકો કાર (MH 48 BT 8673) આમનેસામને ટકારાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી ટ્રકે ઈકો કારને ટક્કર મારી હતી, જેથી આ અકસ્માત થયો હતો.

આ અથડામણ એટલી જોરદાર હતી કે ઇકો કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને એમાં બેઠેલા યાત્રીઓનાં મોત થયાં હતાં. રાયગઢ જિલ્લાના એસપી સોમનાથ ધારગેએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકી સહિત નવ જણનાં મોત થયાં હતાં.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક કિશોર પણ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે ઉપ જિલ્લાની હોસ્પિટલ માનગામ મોકલવામાં આવ્યો હતો. હવે હાઇવે પર વાહનવ્યવહાર ફરી શરૂ થયો છે અને ઘટનાની તપાસ થઈ રહી છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]