એથ્લીટ દુતી ચંદ ડોપ ટેસ્ટમાં ફેલ થયા પછી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ દેશની નંબર વન એથ્લીટ દુતી ચંદ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે અને એને પર અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવી છે. દુતી ચંદ પ્રતિબંધિત એનાબોલિક સ્ટેરોઇડના સેવનની દોષી માલૂમ પડી છે. એશિયન ગેમ્સ 2018માં સો અને 200 મીટર દોડમાં તે બીજા ક્રમાંકે રહી હતી. દુતી સો મીટરમાં હાલ રાષ્ટ્રીય ચેમ્પિયન છે. નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA) દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું હતું કે દુતી ચંદને એન્ડરાઇન, ઓસ્ટરાઇન અને લિંગાડ્રોલના સેવનમાં દોષી માલૂમ પડી હતી. આ વર્ષે થનારા એશિયન ગેમ્સ પહેલાં દુતી ચંદનો ડોપ ટેસ્ટ ફેલ થવો ભારત માટે કોઈ આંચકા સમાન છે. એશિયન ગેમ્સ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હોંગ્ઝોમાં રમાશે.

દુતી ચંદને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે હું તમને જાણ કરું છું કે તમારા એ નમૂના NDTL ( રાષ્ટ્રીય ડોપ ટેસ્ટ પ્રયોગશાળા)માં વિશ્વ એન્ટિ ડોપિંગ એજન્સી (WADA)ની પ્રક્રિયા હેઠલ તપાસ કરવામાં આવી હતી, જેમાં પરિણામ પોઝિટિવ  આવ્યું છે. એ નમૂના ગયા વર્ષે પાંચ ડિસેમ્બરે ટુર્નામેન્ટમાં લેવામાં આવ્યા હતા.   

આ પત્રમાં દુતી ચંદને એનાં પરિણામો વિશે જાણ કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે પત્રની વિષયવસ્તુને ધ્યાનથી વાંચજો, જેમાં પરિણામો વિશે જણાવવામાં આવ્યું છે. દુતીનો સંપર્ક સાધતાં તેણે કહ્યું હતું કે મેં કેટલાય ટેસ્ટ આપ્યા છે, પણ AFIએ મને કંઈ જણાવ્યું નથી. મને સોશિયલ મિડિયાથી એની માહિતી મળી રહી છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]