નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું રાબેતા મુજબની રહેવાની ધારણા છે, એમ ભારતીય હવામાન વિભાગ તરફથી આજે જણાવવામાં આવ્યું છે. દેશમાં કુલ વરસાદનો 75 ટકા વરસાદ નૈઋત્યનું ચોમાસું લાવતું હોય છે.
કેન્દ્રના અર્થ સાયન્સીસ મંત્રાલયના સેક્રેટરી રાજીવને કહ્યું છે કે આ વર્ષ માટે નૈઋત્યના ચોમાસા દરમિયાન લોન્ગ પીરિયડ એવરેજ (એલપીએ) વરસાદ 98 ટકા રહેવાની ધારણા છે, જેને સામાન્ય (નોર્મલ) વરસાદ કહેવામાં આવે છે.
