ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતો પર મોદી સરકારનું ધ્યાન કેન્દ્રિત

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં પૂર્ણ બજેટ 2024 રજૂ કર્યું હતું. આ નિર્મલા સીતારામનનું સાતમું બજેટ છે, જ્યારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ છે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પાંચ વર્ષ માટે વધારવામાં આવી છે, જેનો લાભ 80 કરોડ લોકોને મળ્યો છે. આ બજેટમાં પણ ગરીબ મહિલા, યુવા અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જારી રહેશે. અમારું લક્ષ્ય દરેક ભારતવાસીની આકાંક્ષાઓને પૂરા કરવાનું છે, એમ તેમણે કહ્યું હતું.

દેશનો આર્થિક વિકાસ સારો છે અને આગળ પણ સારો રહેવાની અપેક્ષા છે. મોંઘવારીના ચાર ટકાના લક્ષ્યની નજીક અમે પહોંચી રહ્યા છીએ. અમારું ધ્યાન સર્વ સમાવેશી ગ્રોથ છે. અમારા પ્રયાસ મોંઘવારીને કાબૂમાં કરવાના જારી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

આ સિવાય નાણાપ્રધાને શિક્ષણ અને સ્કિલ વધારવા માટે સરકાર 4.8 લાખ કરોડની ફાળવણી કરશે.સરકારનું ધ્યાન મધ્યમ વર્ગ અને રોજગાર પર છે. સરકાર આગામી પાંચ વર્ષમાં રોજગાર વધારવા પર સરકાર રૂ. બે લાખ ખર્ચ કરશે. એ સાથે આવતાં પાંચ વર્ષમાં 4.1 કરોડ યુવાઓ માટે પેકેજ પર ફોક્સ રહેશે. સરકારે વિકસિત ભારત માટે નવ પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે, જેમાં યુવાઓને રોજગાર આપવો સામેલ છે. આ ઉપરાંત ખેતીમાં ઉત્પાદકતા, રોજગાર અને ક્ષમતા વિકાસ, સર્વગ્રાહી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા, સંશોધન અને વિકાસ, નેક્સ્ટ જનરેશનના સુધારા છે.