‘મિશનરીઝ ઓફ ચેરિટી’નાં તમામ બેન્ક-એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા

કોલકાતાઃ મધર ટેરેસાએ સ્થાપેલી ચેરિટી સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીએ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યૂલેશન એક્ટ-2010 (FCRA) તથા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન રુલ્સ-2011 અંતર્ગત પાત્રતાની શરતોનું પાલન ન કરતાં ગઈ 25 ડિસેમ્બરે સંસ્થાએ FCRA રજિસ્ટ્રેશન રીન્યૂ કરવાની કરેલી અરજીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નકારી કાઢી છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરી હતી કે મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થાએ જાતે જ બેન્કને વિનંતીપત્ર મોકલ્યો હતો અને તેના એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવા કહ્યું હતું. આમ, ગૃહ મંત્રાલયે પોતે સંસ્થાના બેન્ક એકાઉન્ટ્સ સ્થગિત નથી કર્યાં, પરંતુ સંસ્થાએ જાતે જ બેન્કને તેમ કરવા કહ્યું હતું.