કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આ વખતે ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઇદની સરકારી રજાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં રાજ્યમાં બે દિવસની રજા રહેશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે બકરી ઇદના અવસરે માત્ર 28 મે, ગુરુવારે જ સરકારી રજા રહેશે. 29 મેએ તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ સામાન્ય રીતે ખુલ્લી રહેશે. જણાવવામાં આવે છે કે રાજ્યમાં સરકાર બદલાયા બાદ અનેક પ્રશાસનિક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
બકરી ઇદ પર પહેલાં બે દિવસની રજાની જોગવાઈ હતી
રાજ્યમાં નવી સુવેન્દુ સરકારે મમતા બેનર્જી સરકારના તે જૂના આદેશમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં બકરી ઇદ પર બે દિવસની રજાની જોગવાઈ હતી. હવે રાજ્યમાં આ તહેવાર માટે માત્ર એક દિવસની જ રજા આપવામાં આવશે. દેશભરમાં આ વર્ષે બકરી ઇદ 28 મેએ ઊજવાશે. બીજી તરફ બકરી ઇદ પહેલાં પશુ કુરબાની સંબંધિત અરજીઓ પર કલકત્તા હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરીને તેનો નિકાલ કર્યો છે. કોર્ટે પશ્ચિમ બંગાળ પશુ વધ નિયંત્રણ અધિનિયમ 1950 હેઠળ ધાર્મિક આધારે છૂટ આપવાની તેમ જ ભેંસ, બળદ સહિત અન્ય પશુઓની કુરબાનીને મંજૂરી આપવાની માગ ફગાવી દીધી છે.
The West Bengal government has revised the public holiday schedule for Id-Ud-Zoha (Bakrid) after receiving information that the festival will be observed on May 28, 2026. The state government has now declared May 28, 2026 (Thursday), as a public holiday. Earlier-declared holidays… pic.twitter.com/aVPYUqAJUx
— IANS (@ians_india) May 23, 2026
કલકત્તા હાઈકોર્ટે સરકારને આપ્યા નિર્દેશ
જોકે હાઈકોર્ટે રાજ્ય સરકારને આ પણ નિર્દેશ આપ્યો છે કે બકરી ઇદના અવસરે 24 કલાકની અંદર આ બાબતે વિચાર કરવામાં આવે કે કોઈ પ્રકારની છૂટ આપવી જરૂરી છે કે નહીં. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય લઈ શકે છે. આ મુદ્દે આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના પ્રમુખ હુમાયુ કબીરએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે છેલ્લાં 1400 વર્ષોથી વિશ્વભરના મુસ્લિમો કુરબાની આપે છે અને તેનો ધાર્મિક મહત્ત્વ છે. તેમણે કહ્યું હતું કે આ કુરાનનો નિર્દેશ છે અને અલ્લાને ખુશ કરવા માટે મુસ્લિમો આ પરંપરાનું પાલન કરે છે.




