પીએમ મોદી તરફથી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળી તહેવાર નિમિત્તે દેશવાસીઓને અભિનંદન આપ્યા છે અને આ તહેવાર એમને આનંદ તથા તંદુરસ્તી પ્રદાન કરે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે. વડા પ્રધાને X (ટ્વિટર) સોશિયલ મીડિયા સાઈટ પર મૂકેલી પોસ્ટમાં લખ્યંm છે, દરેક જણને દિવાળીની શુભેચ્છા. આ વિશેષ તહેવાર દરેક જણના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે એવી શુભેચ્છા.

લોકવાયકા અનુસાર, ભગવાન રામ એમના પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે રાક્ષસ રાજા રાવણનો વધ કરીને અને 14-વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા નગરમાં પાછાં ફર્યાં હતાં એ દિવસને લોકોએ ઉત્સવની જેમ ઉજવ્યો હતો. લોકોએ ઘેર ઘેર દીવડાં પ્રગટાવીને અને આંગણામાં રંગોળી બનાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. ભગવાન રામના પુનરાગમનને લોકોએ અંધકારના અંત અને પ્રકાશના આરંભ તરીકે ગણાવ્યું હતું.હિન્દૂ ધર્મીઓ દર વર્ષે આસો મહિનાના વદ પક્ષના આખરી દિવસને દિવાળી પર્વ તરીકે ઉજવે છે.