નવી દિલ્હીઃ મહિલાઓ માટે ભારતની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું વધારે સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે સીટ રિઝર્વ્ડ રાખવાનું નક્કી કર્યું છે. આને કારણે લાંબા અંતરની ટ્રેનોમાં મહિલા પ્રવાસીઓની સફર સુખદ બની રહેશે એવી રેલવેની ધારણા છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે વહીવટીતંત્રના આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું છે કે લાંબા અંતરની ટ્રેનોમાં મહિલા પ્રવાસીઓની સફર આરામદાયક અને સુરક્ષિત બની રહે એ માટે ભારતીય રેલવેએ મહિલાઓને સ્પેશિયલ સીટ ફાળવવાનું તથા બીજી અનેક સુવિધાઓ આપવાનું નક્કી કર્યું છે.