બ્રિટનથી ગુજરાત પરત ફરેલાં બે જણ ઓમિક્રોન-સંક્રમિત

અમદાવાદઃ બ્રિટનથી હાલમાં જ ગુજરાતમાં પાછાં ફરેલાં 45-વર્ષનાં એક બિનનિવાસી ભારતીય (NRI) પુરુષ અને સગીર વયના એક છોકરાને કોરોનાવાઈરસનો ઓમિક્રોન ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આ સાથે ગુજરાત રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત કેસોની સંખ્યા વધીને 9 થઈ છે.

એનઆરઆઈ પુરુષ ગઈ 15 ડિસેમ્બરે બ્રિટનથી આવી પહોંચ્યાં બાદ તરત જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમની RT-PCR ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં એ કોરોના-પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં એમનાં લોહીના નમૂનાની ટેસ્ટમાં માલૂમ પડ્યું હતું કે એમને ઓમિક્રોન થયો છે. એ અમદાવાદથી આણંદ શહેર જવાના હતા. પરંતુ એમને કોરોના હોવાનું માલૂમ પડ્યા બાદ એમને એરપોર્ટ પરથી સીધા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમની હાલત હાલ સુધારા પર છે. એમના સહ-પ્રવાસીઓ તથા સંપર્કમાં આવેલી અન્ય વ્યક્તિઓનો વાઈરલ ચેપ માટેનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગયા શનિવારે, 15 વર્ષનો એક છોકરો બ્રિટનથી પાછો ફર્યા બાદ એને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. એ ગાંધીનગરનો રહેવાસી છે.

COVID-19: Two UK returnees found infected with Omicron in Gujarat; tally rises to 9

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]