‘યોદ્ધા’માં સિદ્ધાર્થ સાથે દિશા, રાશી કરારબદ્ધ

મુંબઈઃ કરણ જોહર નિર્મિત આગામી નવી એક્શન ફિલ્મ ‘યોદ્ધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બે હિરોઈનને ચમકાવવામાં આવશે – દિશા પટની અને રાશી ખન્ના. સિદ્ધાર્થે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બંને અભિનેત્રીનું સ્વાગત કર્યું છે. દિશા અને રાશીએ પણ એમની પસંદગી અંગે પોતપોતાનાં ઈન્સ્ટાગ્રામ પર રોમાંચ વ્યક્ત કરતું અને નિર્માતાઓનો આભાર માનતું લખાણ પોસ્ટ કર્યું છે.

‘યોદ્ધા’ ફિલ્મને 2022ની 11 નવેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને બે દિગ્દર્શક બનાવશે – સાગર આમ્બ્રે અને પુષ્કર ઓઝા. અગાઉ આ ફિલ્મના હિરો તરીકે શાહિદ કપૂરને પસંદ કરાયો હતો, પણ તે પ્રોજેક્ટમાંથી ખસી ગયા બાદ સિદ્ધાર્થની પસંદગી કરાઈ છે. સિદ્ધાર્થે ગયા મહિને આ ફિલ્મનું શૂટિંગ શરૂ પણ કરી દીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]