લોકસભા ચૂંટણીઃ ભાજપની પહેલી યાદી જાહેર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ઉમેદવારોની પહેલી યાદી જારી કરે એવી શક્યતા છે. ભાજપ પત્રકાર પરિષદમાં 170થી વધુ નામોની જાહેરાત કરે એવી શક્યતા છે. જોકે આ નામોમાં તામિલનાડુ અને ઓડિશાથી કોઈ નામ સામેલ નહીં હોય. આ યાદીમાં વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનું નામ પણ સામેલ હશે.

જોકે આ યાદીમાં ભાજપના કેસરગંજથી સાંસદ બ્રિજશરણ સિંહ સિંહની ટિકિટ કપાવાની શક્યતા છે. આ પહેલી યાદીમાં ઉત્તર પ્રદેશના વારાણસીથી વડા પ્રધાન મોદી, ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી ભાજપના પ્રદેશપ્રમુખના નામો જાહેર થાય એવી શક્યતા છે. આ યાદીમાં લખનૌથી સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહનું નામ પણ સામેલ છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરુવારે રાતે બેઠક થઈ હતી, જેમાં વડા પ્રધાન મોદી સહિત અનેક સિનિયર નેતાઓએ ચૂંટણીમાં ઉમેદવારોની પહેલી યાદીને અંતિમ રૂપ આપવા માટે વિચારવિમર્શ કર્યો હતો.

લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના ઉમેદવારોની યાદી
દાદરા નગર હવેલી લાલુ પટેલ
કચ્છ વિનોદ ચાવડા
બનાસકાંઠા ડૉ રેખાબેન ચૌધરી
પાટણ ભરત ડાભી
ગાંધીનગર અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
રાજકોટ પુરૂષોત્તમ રૂપાલા
પોરબંદર મનસુખ માંડવિયા
જામનગર પૂનમબેન માડમ
આણંદ મિતેશ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ રાજપાલસિંહ જાદવ
દાહોદ જસવંતસિંહ ભાભોર
ભરૂચ મનસુખ વસાવા
બારડોલી પ્રભુભાઈ વસાવા
નવસારી સી.આર.પાટી

પાર્ટીનું લક્ષ્ય 2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન હારેલી સીટો પર પર જીત હાંસલ કરવાનું છે. આ સિવાય એક સંસદીય સીટ પર બે વાર જીતનારા અનેક સાંસદોની જગ્યાએ પાર્ટી નવા ચહેરા ઉતારવા પર વિચાર કરી રહી છે. આ સાથે ભાજપનું નેતૃત્વ ખરાબ દેખાવકરવાવાળા સાંસદોની ટિકિટ પણ કપાય એવી શક્યતા છે. આશરે 60-70 હાલના સાંસદોની ટિકિટ કાપવામાં આવે એવી શક્યતા છે.