લોકસભા ચૂંટણી-2024: કર્ણાટક ભાજપમાં બળવાનાં એંધાણ?

બેંગલુરુઃ કર્ણાટકમાં એક બાજુ જળસંકટ છે, તો બીજી બાજુ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે. ભાજપે ચૂંટણીની વ્યૂહરચના થકી હાલના સાંસદોની ટિકિટ કાપી છે. ભાજપે આ વ્યૂહરચનાના માધ્યમથી જનતાને આકર્ષવાના પ્રયાસ કર્યા છે. ભાજપે અહીંથી નવ લોકસભા સાંસદોની ટિકિટ કાપી છે.

કર્ણાટક ભાજપ ઉમેદવારોની પસંદગીને લઈ અસંતોષ પ્રવર્તી રહ્યો છે. પાર્ટીએ જે સાંસદોની ટિકિટ કાપી છે, તેમણે જાહેરમાં આકરી નારાજગી વ્યક્ત કરી છે. બેંગલુરુ ઉત્તરના સાંસદ ડીવી સદાનંદ ગૌડાની ટિકિટ કપાતાં તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે વોક્કાલિગા સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાવાળા ઉમેદવારોની સાથે છેડછાડ કરવા માટે પાર્ટીના નિર્ણયથી 12 જિલ્લાઓમાં ભાજપ પર અસર પડશે, જ્યાં તેઓ મોટી સંખ્યામાં છે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ પક્ષના કાર્યકર્તાના વિરોધ થતાં ઉડ્ડુપી-ચિકમગલુરુની જગ્યાએ બેંગલુરુ ઉત્તરથી ટિકિટ આપતાં તેમણે પોતાની વિરુદ્ધ રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.

ભાજપે કર્ણાટકની કુલ 28 લોકસભા સીટોમાંથી 20 પર ઉમેદવારો જારી કર્યા છે, જે આઠ સીટો પર ઘોષણા થવાની બાકી છે, એમાં ભાજપની સહયોગી પાર્ટી, જનતા દળ (સેક્યુલર)ને ત્રણ સીટ મળવાની અપેક્ષા છે.

ભાજપના યેદિયુરપ્પાએ કરંદલાજેથી બોમ્મઈ અને બલરાજે ટિકિટ અપાવવામાં સફળતા હાંસલ કરી હછે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષના યેદિયુરપ્પાની રાજકીય મતભેદ જગજાહેર છે.

ભાજપે 2019માં 25 સીટો જીતી હતી, જે 2004 પછી સૌથી વધુ સીટ હતી. 2024માં પાર્ટી ક્લીન સ્વીપ કરવા ઇચ્છે છે, પણ પાર્ટીની અંદર બળવાનાં એંધાણ છે, જે ચિંતાનું કારણ છે.

 

 

 

Lok Sabha Elections-2024: Fuel for rebellion in Karnataka BJP?