નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાલિન્દી એક્સપ્રેસને ઉડાવવાના કાવતરા પછી રાજસ્થાનના અજમેર અને મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ માલગાડી ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના કુર્ડુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો છે. લોકો પાઇલટની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઈ. આ મામલે રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધી 30 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ 700 મીટર પૂર્વ દિશામાં એક સિગ્નલ પોઇન્ટની પાસે રેલવે ટ્રેક પર દુર્ઘટનાના ઇરાદે સિમેન્ટનો એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ મામલે સિનિયર સેક્શન એન્જિનિયર કુંદન કુમારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ દરમિયાન લોકો પાયલટ રિયાઝ શેખ અને જેઈ ઉમેશ બ્રધર ઇલેક્ટ્રિક રેલવેના ઓવરહેડ વાયરની સારસંભાળ માટે ટાવર વેગનને સોલાપુરથી કુર્ડુવાડી લાવી રહ્યા હતા. તેમણે ટ્રેક પર એક પથ્થર જોયો તો ટ્રેનને લગભગ 200 મીટરના અંતરે જ રોકી દીધી અને સંબંધિત રેલવે અધિકારીઓને તેની માહિતી આપી. આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે.
આ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરધનામાં રવિવાર રાત્ર રેલવે ટ્રેક પર 70 કિલોના સિમેન્ટના બે બ્લોક મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે ટ્રેન સિમેન્ટ બ્લોકને તોડતી આગળ નીકળી ગઈ અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ અંગે કર્મચારીઓએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.