કંગના Vs સુપ્રિયા વિવાદ વકર્યોઃ NCWની કાર્યવાહીની માગ

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ અને મંડીથી ભાજપનાં ઉમેદવાર કંગના રનૌતની વિરુદ્ધ કોંગ્રેસ પ્રવકતા સુપ્રિયા શ્રીનેતની અપમાનજનક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તાની સ્પષ્ટતા પર ભાજપ નેતા અમિત માલવીયએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે જો તમારું એકાઉન્ટ એ જ પોસ્ટ કરી રહ્યું છે, જેને પેરોડી અકાઉન્ટે પોસ્ટ કર્યું છે, તો એનો સીધો અર્થ એ છે કે બંને એકાઉન્ટના એડમિન એક જ છે.

 

આવું કરવા માટે વ્યક્તિએ આત્મ અભિમાની થવું પડે છે.

બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચે (NCW)એ ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયાની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.. NCWએ X હેન્ડલ પર લખ્યું હતું કે NCW સુપ્રિયા શ્રીનેત અનૈ એચએસ અહીરના અપમાનજનક આચરણથી સ્તબધ છું. આવો વ્યવહાર અસહનીય છે અને મહિલાઓની ગરિમાની વિરુદ્ધ છે. NCW પ્રમુખ રેખા શર્માએ ECIને પત્ર લખીને તેમની વિરુદ્ધ તત્કાળ અને સખત કાર્યવાહીની માગ કરી છે.

સુપ્રિયાની પોસ્ટ પર કંગનાએ જવાબ આપતાં કહ્યું હતું કે પ્રિય સુપ્રિયાજી, એક કલાકાર તરીકે મારી કેરિયરનાં છેલ્લાં 20 વર્ષોમાં મેં દરેક મહિલાઓની ભૂમિકા ભજવી છે. ‘ક્વીન’માં એક ભોળી યુવતીથી માંડીને ધાકડમાં એક જાસૂસ સુધી, મણિકર્ણિકામાં એક દેવીથી માંડીને ચંદ્રમુખીમાં એક રાક્ષસી સુધી, ‘રજ્જો’માં એક વેશ્યાથી માંડીને ‘થલાઇવી’ એક ક્રાંતિકારી નેતા સુધી. બધી મહિલાઓ ગરિમાની હકદાર છે.

 

આપણે આપણ પુત્રીઓને પૂર્વાગ્રહોનાં બંધનોથી મુક્ત કરવી જોઈએ.આપણે તેમના બોડી પાર્ટ્સની જિજ્ઞાસાથી માંડીને ઉપર ઊઠવું જોઈએ અને સેક્સ વર્કર્સ સાથે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહાર અથવા અપમાન તરીકેના ઉપયોગથી બચવું જોઈએ.