‘काम किया दिल से, कांग्रेस फिर से’ વિરુદ્ધ ‘नहीं सहेगा राजस्थान’

જયપુરઃ રાજસ્થાનની ચૂંટણી હંમેશાં રસપ્રદ રહી છે. શું 1993થી ચાલી આવતી આ પરંપરા તૂટશે? મુખ્ય પ્રધાન અશોક ગહેલોત શું આ વખતે સત્તામાં પરત ફરવામાં સફળ થશે? 1993થી અત્યાર સુધી રાજસ્થાનમાં કોઈ પણ મુખ્ય પ્રધાન સતત બે વાર સરકાર ચલાવવાનો રેકોર્ડ નથી.

1993માં ભાજપ 95 સીટો જીતી શકી હતી. 2003માં પક્ષે 120 સીટો પર જીત હાંસલ કરી હતી. 2013માં એણે 163 બેઠકો જીતી હતી. 1998માં ચૂંટણીમાં કોંગ્રેસે 153 સીટો પર જીત હાંસલ કરી હતી, ત્યારે સૌપ્રથમ વાર ગહેલોત રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા. 2008 અને 2018માં કોંગ્રેસે ઇન્ડિપેન્ડન્ટ અને BSPના ટેકાથી સરકાર બનાવી હતી.

રાજસ્થાનની ચૂંટણીમાં જાતિ એક મોટું ફેક્ટર છે. મતદાતાઓમાં જનરલ કેટેગરી 19 ટકા, હિન્દુ OBC 39 ટકા, ST 13 ટકા, મુસ્લિમ નવ ટકા અને અન્ય બે ટકા છે. વસુંધરા રાજેએ હંમેશાં જાતિનું કાર્ડ ચૂંટણીમાં રમ્યું છે. છેલ્લે બંને પાર્ટીઓને આશરે 39 ટકા સમાન મત મળ્યા હતા, એટલે આ વખતે મુકાબલો બરાબરીનો છે.

રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી છે. આ વખતે ચૂંટણીમાં ‘काम किया दिल से, कांग्रेस फिर से’ –આ કોંગ્રેસનું ચૂંટણી સૂત્ર છે. ભાજપે સૂત્ર આપ્યું છે  ‘नहीं सहेगा राजस्थान’. કયા સૂત્ર પર જનતા વિશ્વાસ મૂકે છે –એ માલૂમ પડશે ત્રીજી ડિસેમ્બરે, ત્યાં સુધી તમારે બંને પક્ષોના દાવાઓને ધ્યાનથી સાંભળવા પડશે.