જમ્મુ-કશ્મીરમાં પોલીસ અધિકારી, પત્નીની ત્રાસવાદીઓએ હત્યા કરી

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ)ની ગઈ મોડી રાતે દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લાના હરિપરીગમ ગામમાં એમના પત્નીની સાથે ત્રાસવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. કેટલાક ત્રાસવાદીઓ એમના ઘરમાં ઘૂસ્યા હતા અને એમની પર ગોળીબાર કર્યો હતો. ફયાઝ એહમદ નામના એસપીઓની પુત્રી રફિયા તે હુમલામાં ઘાયલ થઈ છે. એને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એહમદ, એમના પત્ની અને પુત્રી – ત્રણેયને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એહમદ અને એમના પત્ની ઈજાઓને કારણે મૃત્યુ પામ્યાં હતાં.

સુરક્ષા જવાનોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હુમલાખોર ત્રાસવાદીઓની શોધખોળ શરૂ કરી છે. ન્યૂઝ18ના અહેવાલ મુજબ, કશ્મીરના આઈજીપી વિજયકુમારનું કહેવું છે કે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓએ વધુ નિર્દોષ કશ્મીરીનો ભોગ લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]