અલ્પસંખ્યક સમુદાયો માટે ભારત એક સ્વર્ગઃ નકવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ તબલિગી જમાત પ્રકરણે થઈ રહેલા રોજેરોજના ઊભા થયેલા વિવાદ વિશે કહ્યું હતું કે કોઈ એક સંસ્થા અથવા વ્યક્તિનો ગુનો પૂરા સમુદાયને ગુના તરીકે ના જોઈ શકાય. તેમણે વિશ્વાસ પણ દર્શાવ્યો હતો કે રમજાનના પવિત્ર મહિનામાં સંપૂર્ણ મુસ્લિમ સમુદાય લોકડાઉન અને સામાજિક અંતરથી જોડાયેલા દિશા-નિર્દેશોનું પાલન કરતાં પોતપોતાના ઘરે જ ઇબાદત (પ્રાર્થના) અને ઇફ્તાર (પાર્ટી) કરશે.

નકવીનું આ નિવેદન તબલિગી જમાતના એક આયોજનમાં સામેલ થયેલા લોકોના કોરોના સંક્રમિતો થયા બાદ સોશિયલ મિડિયા અને કેટલીક જગ્યાએ વિવાદ થયાની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે  કોરોનાની સામેની આ લડાઈમાં જે એકજૂટતા દેખાઈ રહી છે, એ કેટલાક લોકોને માફક નથી આવી રહી. તે લોકો એકજૂટતા તોડવા ઇચ્છે છે. આ લોકો દેશ અને સંપૂર્ણ માનવીયતાના દુશ્મન છે. આવું કરવાવાળા મુઠ્ઠીભર લોકો, જેમનો અલગ કરવા ખૂબ જરૂરી છે.

વડા પ્રધાન મોદીની સાથે ઊભો છે દેશઃ નકવી

કેન્દ્રીય પ્રધાન નકવીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ સામેની લડાઈમાં વડા પ્રધાન મોદી સાથે સંપૂર્ણ મુસ્લિમ સમુદાય ઊભો છે. સમગ્ર દેશ આ લડાઈમાં એકજૂટ થઈને ઊભો છે. નકવી અનુસાર દેશના બધા લોકોને વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદી લોકો અને દેશના ભલા માટે કામ કરી રહ્યા છે.

ભારત મુસલમાનો માટે સ્વર્ગઃ નકવી

કેન્દ્રીય પ્રધાન નકવીએ કહ્યું હતું કે તબલિગી જમાતના આયોજનમાં સામેલ થયેલા કેટલાક લોકોને કોરોના સંક્રમિત થયા પછી ઊભા થયેલા વિવાદની વચ્ચે પાછલા કેટલાક દિવસોમાં ઇસ્લામી સંસ્થા OICએ ભારતમાં અલ્પસંખ્યકોના અધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ નકવીએ કહ્યું હતું કે ભારત મુસલમાનો માટે સ્વર્ગ છે અને અલ્પસંખ્યક સમુદાયોના સામાજિક, આર્થિક અને ધાર્મિક અધિકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.