કોરોના તપાસ માટે દેશમાં જ બની રહી છે ટેસ્ટ કીટ

નવી દિલ્હીઃ ચીનથી આયાત કરવામાં આવેલી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા બાદ એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે દેશમાં પણ આ કીટ બનવા લાગી છે. ગુરુગ્રામના માનેસરમાં સરકારી કંપની એચએલએલ હેલ્થકેર અને દક્ષિણ કોરિયાઈ કંપની એસડી બાયોસેંસર રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ બનાવવાના કામમાં લાગેલી છે. બંન્ને કંપનીઓ અત્યારસુધીમાં કુલ ત્રણ લાખ રેપિડ ટેસ્ટ કીટ તૈયાર કરી ચૂકી છે. આવનારા 8 દિવસમાં 10 થી 12 લાખ જેટલી કીટ તૈયાર થઈ જશે. તો લોનાવાલા સ્થિત ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલૈબ્સ પીસીઆર કીટ તૈયાર કરી રહી છે. એસડી બાયોસેન્સર બુધવાર સુધી બે લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ બની ચૂકી છે. કંપનીના મેનેજમેન્ટ સાથે જોડાયેલા અંશુલ સારસ્વતે જણાવ્યું કે, એક દિવસમાં એક લાખ કીટ બનાવવાની ક્ષમતા છે. જરુર પડવા પર આને ત્રણ લાખ સુધી વધારી શકાય છે. કંપનીએ તાજેતરમાં 25,000 કીટ હરિયાણા સરકારને ઉપ્લબ્ધ કરાવી છે, બાકી કીટ પણ વિભિન્ન રાજ્યોમાં જલ્દી જ મોકલવામાં આવશે.

બાયોસેન્સરમાં બની રહેલી તપાસ કીટ ચીનની કીટના મુકાબલે 400 રુપિયા જેટલી સસ્તી છે. અંશુલ અનુસાર, તેમની કંપનીની એક કીટની કીંમત આશરે 380 રુપિયા છે. હરિયાણા સરકારે ચીનની આ કીટનો ઓર્ડર રદ્દ કરીને હવે બાયોસેન્સરથી જ કીટ લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે, કંપનીનું એક મહિનામાં આશરે એક કરોડ રેપિડ ટેસ્ટ કીટ તૈયાર કરવાનું લક્ષ્ય છે. પરંતુ આવનારા આઠ દિવસમાં આશરે 10 થી 12 લાખ ટેસ્ટ કીટ તૈયાર કરવામાં આવશે.

માનેસરમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અંતર્ગત આવનારી સાર્વજનિક ક્ષેત્રની કંપની એચએલએલ હેલ્થ કેર અત્યારસુધી આશરે એક લાખ કીટ બનાવી ચૂકી છે. કંપનીએ આને મેક શ્યોર નામ આપ્યું છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, અત્યારે આ કીટનો તપાસમાં ઉપયોગ થયો નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મંજૂરી બાદ જ કોઈ પ્રતિક્રિયા આપવી શક્ય છે.

લોનાવાલા સ્થિત ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ્સ સૌથી વિશ્વસનીય આરટી-પીસીઆર કીટ બનાવી રહી છે. કંપનીના સ્પેશિયલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૌરભ ગુપ્તાએ જણાવ્યું કે, એક કીટથી આશરે 100 ટેસ્ટ કરવામાં આવી શકે છે અને પ્રત્યેક ટેસ્ટ માટે 1200 રુપિયા જેટલો ખર્ચ થઈ શકે છે. તો વિદેશી કીટનો ખર્ચ 4500 રુપિયા આસપાસ છે. તેમણે જણાવ્યું કે, અત્યારે કંપની પ્રતિ સપ્તાહ 1.25 લાખથી 1.50 લાખ કીટનું ઉત્પાદન કરી રહી છે. જો કે આની ક્ષમતા વધારીને 2.50 લાખ કરી શકાય છે.