‘સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ 2022માં ભારત પાંચમા નંબરે’

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં એમના આખરી માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પોતાનાં વિચારો જનતા સમક્ષ રજૂ કર્યા હતા. કાર્યક્રમની આ કુલ 96મી આવૃત્તિ હતી. એમણે કહ્યું કે આ વર્ષમાં આપણો દેશ વિશ્વમાં પાંચમા ક્રમનો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે.

મોદીએ કહ્યું, 2022નું વર્ષ બહુ સરસ રહ્યું. ભારતે આઝાદીના 75 વર્ષ પૂરા કર્યા છે અને અમૃત કાળનો આરંભ થઈ ગયો છે. ભારતે ઝડપથી આર્થિક પ્રગતિ કરી છે અને આજે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતે 220 કરોડ રસીનાં ડોઝ આપવાનો પણ અદ્દભુત વિક્રમ હાંસલ કર્યો છે. જ્યારે નિકાસમાં 400 અબજ ડોલરનો આંક પાર કરી બતાવ્યો છે.