તુનિશા શર્માનો બોયફ્રેન્ડ શીઝાન 4-દિવસ પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ ગઈ કાલે પાલઘર જિલ્લાના નાયગાંવ ઉપનગરસ્થિત એક ટીવી સિરિયલ શૂટિંગ સેટ પર કથિતપણે આત્મહત્યા કરનાર 20 વર્ષની ટીવી સિરિયલ અભિનેત્રી તુનિશા શર્માની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે વસઈ શહેરની પોલીસે તુનિશાનાં સહ-કલાકાર અને બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરી હતી. પોલીસે આજે એને વસઈની એક કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે શીઝાનને ચાર-દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હૂકમ કર્યો છે. શીઝાનના વકીલ શરદ રાયનું કહેવું છે કે શીઝાન વિરુદ્ધ હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી. કેસમાં વધુ તપાસ ચાલુ છે.

તુનિશાનાં માતાનો આક્ષેપ છે કે એમની પુત્રી શીઝાનનાં પ્રેમમાં હતી, પણ બંને વચ્ચે છેલ્લા 15-દિવસથી અણબનાવ થયો હતો. એને કારણે તુનિશા ડીપ્રેશનમાં આવી ગઈ હતી તેથી એણે શીઝાનને કારણે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું.