ઈમરાન ખાનના વિમાન માટે ભારતે પરવાનગી આપી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન આજથી શ્રીલંકાની બે-દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. એમના વિમાનને ભારતની હવાઈ સીમા પરથી પસાર થવા દેવાની ભારત સરકારે પરવાનગી આપી છે.

????????????????????????????????????

ઈમરાન ખાન સાથે વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશી સહિત કેબિનેટ સાથીઓ તથા ઉચ્ચ સ્તરીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ હશે. શ્રીલંકાની મુલાકાત દરમિયાન ઈમરાન ખાન ત્યાંના વડા પ્રધાન ગોતાબાયા રાજપક્ષા અને વડા પ્રધાન મહિન્ડા રાજપક્ષા સાથે વ્યાપાર, મૂડીરોકાણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ટેક્નોલોજી, સંરક્ષણ, પર્યટન જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહકાર માટે ચર્ચા કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]