નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનાં પરિણામો અણધાર્યાં પરિણામો આવ્યાં છે અને ઇન્ડિયા ગઠબંધન પણ ચૂંટણીમાં પહેલાંથી સારી સ્થિતિમાં છે. NDA 299 સીટો પર આગળ છે, જેમાં JDUની 14 સીટો સામેલ છે. આવામાં સરકાર બનાવવામાં JDU એક મહત્ત્વની ભૂમિકામાં છે. ઇન્ડિયા ગઠબંધને નીતીશકુમારને ઉપ વડા પ્રધાન બનાવવાની ઓફર કરી છે.
આ પહેલાં શરદ પવારે પણ નીતીશકુમાર સાથે વાતચીત કરી હતી. જોકે JDU તરફથી કહેવામાં આવ્યું હતું કે એ NDAનો જ હિસ્સો રહેશે. આમ પણ મહાગઠબંધન છોડ્યા પહેલાં નીતીશકુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા અને NDAનો હિસ્સો થયા હતા. હાલના સમયે રાજકીય હલચલ તેજ થઈ છે.
હાલના સમયે ભાજપ 242 સીટો પર આગળ ચાલી રહી છે. પાર્ટી ત્રણ સીટો જીતી ચૂકી છે. આ સિવાય ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ છે. આ પહેલાં દિલ્હીની મુલાકાતે આવેલા બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર ગઈ કાલે પટના રવાના થતાં પહેલાં ગૃહ મંત્રી અમિત શાહની સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. તેમણે સોમવારે વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરી હતી.
લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને હવે 272ના જાદુઈ આંકડા માટે સાથીઓની જરૂર પડશે. ભાજપને બિહારના CM નીતીશકુમાર અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુના ટેકાની જરૂર પડશે .ભાજપને એકલા હાથે 242 સીટો જીતી છે, પણ હવે મોદીને JDUની 15 સીટો અને TDPની 16 સીટોની જરૂર પડશે. જોકે ગૃહપ્રધાન અમિત શાહે પણ નીતીશકુમાર સાથે ફોન પર વાત કરી છે, જેને સરકારના ગઠન માટે મહત્ત્વની માનવામાં આવે છે.