નવી દિલ્હીઃ સિક્કિમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જારી રવિવારે જારી કરી દેવામાં આવ્યાં હતાં. લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો પહેલાં સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. જોકે ભાજપને પણ હાર ખમવી પડી છે. રાજ્યની સંસદમાં ભાજપના 12 સભ્યો હતા.
સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના cm પ્રેમ સિંહ તમાંગની પાર્ટીને મોટી જીત મળી છે. સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 સીટો પર રેકોર્ડ જીત હાંસલ કરી છે. એક સીટ SDFને મળી છે. સિક્કિમની 32 વિધાનસભા સીટો પર લોકસભા સીટોના પહેલા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. મોટા ભાગના ભાજપના ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી.સિક્કિમમાં કોંગ્રેસને નોટાથી પણ ઓછા મતો મળ્યા છે. સિક્કિમમાં નોટાને 0.99 ટકા મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 0.32 ટકા મતો મળ્યા છે અને ભાજપને રાજ્યમાં 5.18 ટકા મતો મળ્યા છા. આ સાથે SKMને 58.38 ટકા, SDFને 27.37 ટકા અને અન્યોને 7.7 ટકા મતો મળ્યા છે. સિક્કિમના CM હાલમાં પ્રેમ સિંહ તમાંગ છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્ય મંત્રી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990માં તેઓ રાજકારણમાં સક્રિય થયા છે. 1993માં તેઓ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સામેલ થયા હતા અને 1994માં ચાકુંગ વિધાનસભા સીટથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ 2009 સુધી કેબિનેટ મંત્રી બન્યા હતા.